|
|
|
|
નમસ્કાર
શહેરના તમામ નાગરરિકોને સત સત નમન,
દહેગામ નગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
દહેગામ શહેરની વિકાસયાત્રામાં નગરપાલિકા અને નાગરિકો બંનેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સુખદ જીવન પર્યાવરણ પૂરૂં પાડવાનો છે. શહેરના સર્વાંગી વિકાસ માટે માર્ગ, પાણી પુરવઠા, સ્વચ્છતા, આરોગ્ય, પ્રકાશ વ્યવસ્થા તેમજ શહેરી માળખાંના વિકાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
દહેગામ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો અસરકારક અમલ કરીને શહેરના વિકાસને નવી દિશા આપવામાં આવી રહી છે. નાગરિકોની જરૂરિયાતો, ફરિયાદો અને સૂચનોને પ્રાથમિકતા આપીને પારદર્શક અને જવાબદાર પ્રશાસન સુનિશ્ચિત કરવાનું અમારું ધ્યેય છે.
આ વેબસાઇટ નગરપાલિકા અને નાગરિકો વચ્ચે સેતુરૂપ બની રહેશે, જેના માધ્યમથી આપને વિવિધ સેવાઓ, યોજનાઓ અને જાહેર માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. આપ સૌના સહકારથી દહેગામ શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
વંદે માતરમ.... ભારત માતા કી જય...
આપના વિશ્વાસ અને સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર...
કુ.વૈશાલીબેન સોલંકી
પ્રમુખશ્રી
|
|