દહેગામનો ટુકો ઇતિહાસ


  • દહેગામનો ટુંકો ઇતિહાસ શ્રેષ્ઠ૩ આચાર્ય રાષ્ટ્ર પતિ એવોર્ડ ધારક મા.શ્રી મણીભાઇ પટેલ તરફથી જાણવા મળેલ છે. તે મુજબ દહેગામ શહેર અમદાવાદ શહેરથી ૩૦ કીલો મીટર અને પાટનગર ગાંધીનગરથી ૨૩ કીલો મીટર દુર પુરાણું આ ગામ છે.
  • આ ગામમાં થોડા રબારીઓ, બારોટો, બિહોલા, સોલંકીના ઘર હતાં રબારીઓમાં દેહુ રબારી હતા. તે ઘણો રૂઆબદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જાણીતા હતા.
  • દહેગામ વસ્તી ની દષ્ટ્રિએ તા.૦૮/૧૦/૧૯૮૬ માં નગરપાલિકા બની અને સને ૧૯૯૮ માં અમદાવાદ જીલ્લા નું વિભાજન થતાં દહેગામનો સમાવેશ ગાંધીનગર જીલ્લામાં કરવામાં આવ્યો છે.
  • દહેગામ શહેર વિસ્તારમાં ટેબલાફળી, આંટાવાળી, ઘેલશાહનો મહોલ્લોવ, ખારાકુવાનો ખાંચો, કડીયાવાસ, કસબો, વણકરવાસ, વાઘરીવાસ, લુહાર ચકલા, રબારીવાસ, અમીનવાડો, કુંભારવાસ, બારોટવાસ, આ બધા જ પૂર્વ અને પશ્ચિમ બે દરવાજાની હદમાં આવેલ વિસ્તારો ગણાય છે અને હવે તો સીમાઓની ચારે તરફ ઝડપી બાંધકામને લીધે વિવિધ સોસાયટીઓ ઉભી થઇ છે. આમ ગાંધીનરથી આ ગામ ફકત ૨૩ કીલો મીટર દુર હોઇ વિકાસની સારી તકો ઝડપી ભવિષ્યઆમાં પ્રગતિ તરફ પ્રયાણ કરશે. વળી અમદાવાદ પ્રયાણ કરશે અને અમદાવાદ શહેરથી પણ આ ગામ નજીકમાં જ હોઇ પ્રગતિ તરફ હરણફાળ ભરવા મહેનત કરી રહયું છે.
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Dahegam Nagarpalika

સંપર્ક:- દહેગામ નગરપાલિકા, દહેગામ. જી.ગાંધીનગર
(O).(૦૨૭૧૬) ૨૩૨૩૭૫ E-Mail : dahegamnp@gmail.com